અમરેલી જિલ્લામાં પરિણીતાઓ પર કરિયાવર મુદ્દે સાસરિયાનો સિતમ વધી રહ્યો છે. હાલ રાજુલા તાલુકાના નાના મોભીયાણા ગામે રહેતી પરિણીતાએ ખાંભાના ભાડ ગામે રહેતા પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. કાજલબેન જીવણભાઈ પરમાર (ઉ.વ.૨૨)એ ભાડ ગામે રહેતા પતિ રણજીતભાઈ સુરેશભાઈ ગોહિલ, પતિ સુરેશભાઈ જીવાભાઈ ગોહિલ, સાસુ ચંપાબેન સુરેશભાઈ ગોહિલ તથા દિયર પ્રતાપભાઈ સુરેશભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તા.૨૪/૦૨/૨૦૧૯ થી તા.૧૦/૧૦/૨૦૨૧ દરમિયાન તેમને પતિ, સાસુ-સસરા તથા દિયરે એકસંપ થઈ અવારનવાર કરિયાવર મુદ્દે મેણા ટોણ મારી ગાળો આપી હતી. આખરે સાસરિયાનો સિતમ સહન ન થતાં તેણે પિતૃગૃહે પરત ફરીને પોલીસ ફરિયાદ કરી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.