ખાંભાના બોરાળા ગામે નિવેદ મુદ્દે કુટુંબીજનોમાં બબાલ થઈ હતી. બનાવ
સંદર્ભે ભગુભાઈ અરજણભાઈ ચારોલીયા (ઉ.વ.૩૫)એ કેશુભાઇ પ્રાગજીભાઇ ચારોલીયા, છગનભાઇ પ્રાગજીભાઇ ચારોલીયા, વલકુભાઇ કેશુભાઇ ચારોલીયા તથા વસંતભાઇ કેશુભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા કેશુભાઈ તથા છગનભાઈ તેમના પરિવાર સાથે ખોડાવડ મુકામે સુરાપુરાને નિવેદ ચડાવવા ગયા હતા. નિવેદ ચડાવી પરત આવતાં તેમણે કેશુભાઈને નિવેદ ચડાવવા સાથે લઈ જવા કહ્યું હતું. જે અંગે તેમને સારું નહીં લાગતાં જેમ ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી મુંઢમાર માર્યો હતો. ઉપરાંત છરીનો ઘા માર્યો હતો. આ સમયે પ્રભાબેન તેમને બચાવવા વચ્ચે પડતાં તેમને પણ મુંઢમાર માર્યો હતો. તમામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.