ખાંભાના બોરાળાથી હનુમાનપુર તાલડા રોડ બિસ્માર બન્યો છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે. મગરમચ્છની પીઠ સમાન માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બોરાળાથી હનુમાનપુર તાલડા જતો માર્ગ કમરતોડ બની ગયો છે. લોકોએ રસ્તો નવો બનાવવાની માંગણી કરી હતી. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો બિસ્માર બન્યા છે. આ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે અને ખખડધજ બની ગયા છે. વાહનચાલકો હાલાકી વેઠી રહ્યા છે. તંત્રની લાપરવાહીના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે અહીં નવો રોડ બનાવવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી હતી. ગીર પંથકમાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે અહીંના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની સ્થિતિ કથળેલી હાલતમાં જોવા મળે છે.