ખાંભાના પીપરીયા ગામે દીકરો બીજાની વાડીએ મજૂરીએ જતાં તેની માતાને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સવિતાબેન અરજણભાઈ વાળા (ઉ.વ.૬૦)એ રામભાઈ જસાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના દીકરા નાજાભાઈની વાડીએ મજૂરી કામે જતાં આરોપીને સારું નહોતું લાગ્યું. જે બાબતનું મનદુઃખ રાખી ગાળો આપી પોતાના હાથમાં રહેલી લાકડી વડે વાસાના ભાગે મુંઢ માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સિકંદરભાઈ બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.