ખાંભા પોલીસ સ્ટેશનમાં ઉમદા કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ્પેકટર કે.ડી.હડીયાની રાજુલા ખાતે બદલી થતાં પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટો અર્પણ કરી વિદાય આપવામાં આવી હતી. આ તકે પી.એસ.આઇ કે.ડી.હડીયાએ ખાંભા પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનનો ચાર્જ પો.સબ.ઇન્સ આર.જી. ચૌહાણે સંભાળતા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વિદાય કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ યુવા પૂર્વ પ્રમુખ આનંદભાઇ ભટ્ટ, ખાંભા બાર એસોસિએશનના સેક્રેટરી રાજુભાઇ હરીયાણી, સરપંચ બાબુભાઈ માંગાણી, ડો.કે.બી.આહીર, ડો.વાસુરભાઇ ચોપરા, ભરતભાઇ સખવાળા, ભાણીયા ગામના સરપંચ ભગતભાઇ તેમજ પોલીસ સ્ટાફના એ.એસ.આઇ બી.એમ.વાળા તથા ભીખુભાઇ ચોવટીયા, નાગજીભાઇ સોલંકી, મિતેશભાઇ વાળા તથા રાજુભાઇ બોદર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.