ખાંભા-તુલસીશ્યામ રેન્જમા નાનુડી ગામ નજીક ખેડૂત ભરતભાઇ ઘોહાભાઈ ભુવાની વાડીમાં પીજીવીસીએલ વિભાગનાં ઇલેક્ટ્રીક ટીસી નજીક પસાર થતા દીપડાને શોક લાગતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા ખાંભા આર.એફ.ઓ.રાજલ પાઠકની ટીમ ઘટના સ્થળે દોડી આવી દીપડાની તપાસ કરતા ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે મોત થયાનું સામે આવતા તાત્કાલિક દીપડાનો મૃતદેહ કબ્જે લઈ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેમનું એનિમલ ડોકટર ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતુ. દીપડાની ઉંમર એક વર્ષની હોવાનું જાણવા મળ્યુ છે.