ખાંભા તાલુકાના નાની ધારી ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્‌યો છે, જ્યારે અન્ય એક
શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે નાની ધારી ગામે એક મકાનના ફળિયામાં (ફરજામાં) તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાં સંતાડેલા ૩૬ નંગ વિદેશી દારૂના ચપટા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને વધુ એક સફળતા મળી હતી; ભાગમાં રાખેલી વાડીના નેવા નીચેથી પણ અન્ય બ્રાન્ડના ૭૦ નંગ ચપટા મળી આવ્યા હતા. પોલીસે કુલ ૧૦૬ નંગ ચપટા સહિત રૂ.૭,૪૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.