ખાંભાના નાના વિસાવદર ગામે વલોણામાંથી વીજશોક લાગતાં છાશ ફેરવતી મહિલાનું કરૂણ મોત થયું હતું. બનાવને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે શ્રીકાંતભાઈ રતીભાઈ ઠુંમર (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, સંગીતાબેન બાવચંદભાઈ ઠુંમર (ઉ.વ.૫૦) સવારના આશરે સાડા છ-એક વાગ્યે છાશ ફેરવાતા હોય તે દરમિયાન અચાનક ઇલેક્ટ્રોનીક વલોણામાંથી શોક લાગતા મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.