ખાંભાના નવી કાતર ગામે એક યુવકને માથાના ભાગે છરી મારી લોહીલુહાણ કરવામાં આવ્યો હતો. તેમજ બે શખ્સો તલવાર લઈ મારવા દોડ્‌યા હતા. આ બનાવ સંદર્ભે કિશોરભાઇ વિક્રમભાઇ ચાંદુએ રામકુભાઇ ગોલનભાઇ ચાંદુ તથા બે અજાણ્યા માણસો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની જમીન રામકુભાઈ ચાંદુએ દબાવી હતી. જે બાબતે મનદુઃખ ચાલતું હતું અને તેનું સમાધાન થઈ ગયું હોવાની વાતનુ મનદુઃખ રાખી તેમને માથાના ભાગે છરીના બે ઘા મારી લોહી કાઢી ઇજા કરી હતી. તેમજ ગાળો આપી હતી. આરોપી સાથેના બે અજાણ્યા માણસોએ ખુલ્લી તલવાર સાથે તેમની પાછળ દોડ્‌યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ પરથી ખાંભા પોલીસ સ્ટેશનના એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.