ખાંભાના નવી કાતર ગામે રહેતી એક પરિણીતાને સાસરિયાએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવ અંગે અસ્મિતાબેન દિલુભાઈ વહરા (ઉ.વ.૨૭)એ પતિ દિલુભાઈ રામકુભાઈ વહરા, દમુબેન રામકુભાઈ વહરા, રામકુભાઈ આપભાઈ વહરા તથા નિરૂપાબેન રામકુભાઈ વહરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્નજીવન દરમિયાન આરોપીએ ભેગા મળી ઘરકામ બાબતે દુઃખ ત્રાસ આપી, ગાળો બોલી, ઝઘડો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.