ખાંભાના દાઢીયાળી ગામે રહેતા એક યુવકની પત્ની આઠ વર્ષથી રિસામણે હતી. જેથી તેને લાગી આવતાં ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે સુરતના પુણાગામમાં રહેતા નરસિંહભાઈ રામભાઈ વિંઝુડા (ઉ.વ.૪૬)એ જાહેર કર્યા મુજબ, હરેશભાઈ રામભાઈ વિંઝુડા (ઉ.વ.૩૬)ની પત્ની છેલ્લા આઠેક વર્ષથી રિસામણે હતી. જેથી મનમાં લાગી આવતાં તેમણે પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.