ખાંભાના ત્રાકુડા ગામે રોડ પર બેઠેલા રેઢિયાળ પશુઓ પર ૪ થી ૫ જેટલા સિંહોના ટોળાએ અચાનક દોટ મૂકી હતી. પશુઓના ટોળા વચ્ચે સિંહો ત્રાટકતા રેઢિયાળ પશુઓમાં રીતસર અફડાતફડી મચી ગઇ હતી.આ ઘટનાક્રમ રહેણાંક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ૧ પશુ વાછરડી ભાગી નહિ શકતા સિંહે દબોચી લેતા શિકાર થયો હતો અને અન્ય પશુઓ ગામમાં, ખેડૂતોના ખેતરોમાં, અલગ અલગ વિસ્તારમાં જીવ બચાવવા ભાગ્યા હતા જેના કારણે બચાવ થયો હતો. સિંહોએ શિકાર કરવા માટે ભારે ભાગદોડ મચાવી હતી.