ખાંભાના ડેડાણ ગામે રહેતા અને સેન્ટીંગ કામ કરતાં મુળજીભાઈ લખમણભાઈ મકવાણાએ તેમના જ ગામના સાગર જેરામભાઇ સાંખટ, જેરામભાઇ ઉકાભાઇ સાંખટ, મહેશભાઇ જેરામભાઇ સાંખટ, વસંતબેન જેરામભાઇ સાંખટ, ભારતીબેન મહેશભાઇ વાંજા, મહેશભાઇ ઉકાભાઇ વાંજા તથા મોહનભાઇ બાબુભાઇ સાંખટ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાગર જેરામભાઈ સાંખટે ભોગબનનાર આશરે ઉમર ૧૨ વર્ષ ૧૧ મહિનાને ઇશારો કરી તેને બહાર મળવા બોલાવી હતી. તે મળવા બહાર ન જતાં, તેમના ઘરની અંદર ફળીયામાં અપપ્રવેશ કરી અંધારાનો લાભ લઇ તેણે ભોગબનનારનો બળજબરીપૂર્વક ડાબો હાથ પકડી તેને ઢસડી હતી. તેમણે દેકારો કરતા આરોપી હવાલાવાળુ ટ્રેકટર લઇ ત્યાંથી જતો રહેલ બાદ તે વાતનું મનદુઃખ રાખી આરોપીઓએ પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઇ જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. ઉપરાંત લાકડાના ધોકાનો એક ઘા તેમના ઘરના દરવાજા ઉપર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સાગર સાંખટે પણ ભોગબનનારને ચાળો કરી તેનો પીછો કર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.