ખાંભાના ડેડાણ ગામેથી પોલીસે ૫ જુગારીને રોકડા ૬૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ડેડાણ ગામે બસ સ્ટેશન વિસ્તારમાં જાહેર શેરીમાંથી રૂસ્તમભાઇ અયુબભાઇ પઠાણ, ઇસ્માઇલભાઇ વલીભાઇ ટાંક, બચુભાઇ ડાયાભાઇ બારૈયા, કાદરભાઇ વલીભાઇ ટાંક તથા ભીખુભાઇ હમીરભાઇ ખોખર જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ.૬૪૮૦ સાથે ઝડપાયા હતા.
ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એલ.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.