ખાંભાના જામકા ગામે સગીરાને પરેશાન કરતાં અનાજમાં નાખવાની ટીકડા પીધા હતા. બનાવ સંદર્ભે સગીરાની માતાએ વનરાજભાઈ ભોળાભાઈ ચૌહાણ તથા ભોળાભાઈ નાનજીભાઈ ચૌહાણ સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમની પુત્રીને તેની સાથે ભાગી જવા પરેશાન કરતો હતો. જ્યારે તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમની દીકરી વાડી-ખેતરેથી પરત આવતી હતી ત્યારે પીછો કરી તેની સાથે જવાની ધમકી આપી હતી. અવારનવાર પરેશાન કરતો હતો, જેથી તેને લાગી આવતાં પોતાની મેળે અનાજમાં નાખવાના ટીકડા પી લીધા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.






































