ખાંભાના જામકા ગામે રહેતા એક યુવકે ‘ગાયને પથ્થર શું કામ માર્યો’ તેમ કહેતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હમીરભાઈ ભુપતભાઈ બારૈયા (ઉ.વ.૨૫)એ ટપુભાઈ ઉકાભાઈ મકવાણા, કાળાભાઈ ખાટાભાઈ મકવાણા, ખાટાભાઈ ઉકાભાઈ મકવાણા તથા આતુભાઈ ઉકાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ટપુભાઈ ઉકાભાઈ મકવાણાનું ખેતર રોડને અડીને આવ્યું હતું. તેમની ગાયે આરોપીના ખેતરે શેઢામાંથી ઘાસ ખાધું હતું. જેથી આરોપીએ ગાયને પથ્થર મારતાં તેણે ‘ગાયને પથ્થર શું કામ માર્યો’ તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો આપી, બોલાચાલી કરી હતી અને તેની પાસે રહેલા લોખંડના પાઇપ વડે કપાળના ભાગે એક ઘા મારી સામાન્ય ઇજા પહોંચાડી હતી. તે દરમિયાન તેના પિતા આવી વચ્ચે પડતા આરોપીઓ બંનેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.