ખાંભા તાલુકાના જામકા ગામની સરકારી માધ્યમિક શાળાનું બિલ્ડીંગ હાલ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ પર મોત ઝળુંબી રહ્યુ છે. અહીં ધોરણ ૯ થી ૧૨મા ૩૧૦ છાત્રો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે અહી નવું બિલ્ડીંગ બનાવવા સરપંચ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામા આવી છે. પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. જામકાના સરપંચ એન.
ડી.પરમાર દ્વારા શિક્ષણમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે જામકા અંતરીયાળ ગામ છે. અહીં સરકારી માધ્યમિક શાળા વર્ષ ૨૦૧૬મા મંજૂર થઇ હતી. હાલમા ધોરણ ૯ થી ૧૨મા ૩૧૦ છાત્રો અભ્યાસ કરે છે. શાળાને છ વર્ષ થયા છતા નવું બિલ્ડીંગ નથી. હાલ છાત્રો જુના બિલ્ડીંગમાં બેસીને જાનના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. જામકા ગ્રામ પંચાયત દ્વારા બે એકર જમીન શાળાને ફાળવેલ છે ત્યારે શાળાનું નવનિર્માણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.