ખાંભાના ચતુરી ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતાં પગ લપસવાથી કૂવામાં ખાબકેલા યુવકનું મોત થયું હતું. બનાવ અંગે ભાવેશભાઈ બાલુભાઈ ભુકણ (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, રાજુભાઈ બાલુભાઈ ભુકણ (ઉ.વ.૨૪) વાડી ખેતરે મોટર ચાલુ કરવા જતાં અકસ્માતે પગ લપસી જવાથી કૂવાના ઉંડા પાણીમાં ડૂબી જવાથી મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.