ખાંભા તાલુકાના ખડાધારની દીકરીના લગ્ન ગીરગઢડા તાલુકાના મોતીસર ગામે થયા હતા. તેણી દ્વારા સાસરીયાઓ દ્વારા ત્રાસની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મહિલાના પતિ, સાસુ તથા સસરા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ખાંભા પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, ખડાધાર ગામે રહેતા જ્યોત્સનાબેન દિનેશભાઇ કાથરોટીયાએ પતિ દિનેશ, સાસુ શાંતુબેન તથા સસરા ગોરધનભાઇ સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને બે વર્ષ પહેલા આરોપીઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ તેમને મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. તેમજ અવારનવાર દહેજની માંગણી કરી હતી. જ્યોત્સનાબેનની ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.