ખાંભા તાલુકાના કોદીયા ગામે શનિવારના રોજ વિકાસના કાર્યોને વેગ આપતા, અંદાજે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર આર.સી.સી. સુવિધાપથ રોડનું ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ્ હસ્તે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શંભુગીરીબાપુના આશીર્વાદ સાથે જિલ્લા પંચાયત સભ્ય અરવિંદભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ અને તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શાંતિલાલ રાયડી, હર્ષદભાઈ રાવલ અને સરપંચ વાલજીભાઈ સોલંકી સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.









































