ખાંભાના કોટડા ગામે ખેતરના શેઢે ખોડેલો હદ માપણીનો થાંભલો કાઢી નાખીને ધમકી આપવામાં આવી હતી. કૂવાની માલિકી બાબતે શંકા વહેમ હોવાથી આમ કર્યું હતું. બનાવ અંગે મધુભાઈ ઘુસાભાઈ વાળા (ઉ.વ.૫૪)એ અનકભાઈ જોરૂભાઈ વાળા, પ્રતાપભાઈ જોરૂભાઈ વાળા, પથુભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની જમીનના શેઢે પથુભાઈ ધાખડાની જમીન આવેલી હતી. તેમને તથા પથુભાઈને કૂવાની માલિકી બાબતે શંકા વહેમ હોવાથી જમીનની માપણી કરાવી હતી. જેમાં કૂવો તેમની માલિકીમાં આવતો હતો તેમ છતાં આરોપીઓએ દાદાગીરીથી તેમના કૂવામાં મોટર ઉતારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કૂવો તેમની માલિકીમાં આવ્યો હતો તે વાતનું મનદુઃખ રાખી અનકભાઈ વાળાએ તેનું ટ્રેકટર લઇ તેના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેના ખેતરના શેઢે હદ માપણીનો ખોડેલ થાંભલો ટ્રેકટર વડે કાઢી નાખી નુકસાન કર્યું હતું તેમજ તેના ભાઇ નાથાભાઇ ઘુસાભાઇ વાળાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.