ખાંભા તાલુકાના કોટડા ગામેથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી હતી. પોલીસે ૫૦ લિટર ગરમ આથો, ૧૫ લિટર દેશી દારૂ, બે બેરલમાં ભરેલો ૩૦૦ લિટર આથો સહિત ભઠ્ઠીના સાધનો મળી
કુલ ૧૭૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી.સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં અમરેલીમાંથી બે, રાજુલા, સાવરકુંડલા, બગસરા તથા આંબલીયાળા ગામેથી એક-એક મળી કુલ છ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા પકડાયા હતા. રાજુલા-વાવેરા રોડ જકાતનાકા પાસેથી એક યુવક નશામાં ટુ વ્હીલર ચલાવતાં પકડાયો હતો.