ખાંભા તાલુકાના ઉમરીયા ગામે એક વૃદ્ધ તેના ખેતરે રસ્તામાં પડેલી માટી હટાવવાનું કામ કરતા હતા ત્યારે તેના જ કુટુંબીજનોએ આવી ગાળો આપી હતી અને આ રસ્તો તમારો નથી કહી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ધીરૂભાઈ મોહનભાઈ માંગરોળીયા (ઉ.વ.૬૮)એ કલ્પેશભાઈ ઠાકરશીભાઈ માંગરોળીયા તથા કમલેશભાઈ ઠાકરશીભાઈ માંગરોળીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા સવારે નવ વાગ્યાની આસપાસ તેઓ ખેતરે રસ્તામાં પડેલી માટી હટાવવવાનું કામ કરતા હતા ત્યારે બંન્ને આરોપીએ આવી તેમને જેમફાવે તેમ બિભત્સ ગાળો આપીને અહીંયા તમારો રસ્તો નથી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.