ખાંભાના ઈંગોરાળા ગામે વાડીએ રહેતી એક પરપ્રાંતીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે મમતાબેન શંકરભાઈ આમલીયાર (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, તેના પતિએ સવારનો નાસ્તો બનાવવા બાબતે ઠપકો આપતાં તેમને મનોમન લાગી આવ્યું હતું. જેથી ઓરડીમાં પડેલી ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડાઈ હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.