ખાંભાના ઈંગોરાળા ગામે પોલીસ ફરિયાદના મનદુઃખમાં યુવકને ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત (ઉ.વ.૧૯)એ કોટડા ગામના અનિરુદ્ધ ઉર્ફે કાનો વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના શેઠના ભાઈએ અનિરુદ્ધ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓ ફોરવ્હીલ લઈને આવ્યા હતા અને તેમને તથા સાહેદોને ગાળો આપી હતી. તેમજ શેઠના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.





































