ખાંભાના ઈંગોરાળા ગામે રહેતો ઘનશ્યામભાઈ ઉર્ફે લાલભાઈ રણછોડભાઈ માંગરોળીયા (ઉ.વ.૩૪) ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે ઝડપાયો હતો. તેની પાસેથી ૮૨૮૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૫ સ્થળેથી ૧૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો અને ૯ શરાબી કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. સાવરકુંડલા, ખડાધાર, લીલીયા અને બગસરામાંથી એક-એક ઈસમ કેફી પીણું પીનું વાહન ચલાવતા મળી આવ્યા હતા.