ખાંભાના અનીડા ગામે ખેતરમાં નડતરરૂપ થતાં વાયરને ખોલવા મુદ્દે સગા ભાઈઓમાં બબાલ થઈ હતી.બનાવ અંગે રસીકભાઈ કરશનભાઈ દાફડા (ઉ.વ.૫૦)એ શ્રીકાંતભાઈ કરશનભાઈ દાફડા અને તેમના પત્ની રજંનબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ખેતરમાંથી આરોપીનો ઇલેક્ટ્રિક વાયર પસાર થતો હતો. જે વાયર તેમને વાવેતર કરતી વખતે નડતો હોવાથી ખોલીને એક સાઇડ મુક્યો હતો. જેથી તેમને કેમ વાયર ખોલીને મૂક્યો છે તેમ કહી ગાળો બોલી મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.