અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા જાન્યુઆરી-૨૦૨૪ ના માસ દરમ્યાન પોલીસ વિભાગમાં ગુનાના કામે નાસતા ફરતાં આરોપીઓને પકડવાની સારી અને ઉત્તમ કામગીરી કરવાં બદલ ASI ભરતભાઇ મુહાભાઇ વાળાને પ્રશંસાપત્ર એનાયત કરી કામગીરીને બિરદાવી હતી.