રાખનાં રમકડાં
“ભાભી….! મારૂં મગજ સાવ અસ્થિર થઇ ગયું હોય તેવું મને લાગે છે. મારા બધા જ વિચારો સાવ બુઠ્ઠા થઇ ગયા છે. મને કંઇક થઇ જશે તો…?” મહેશ માંડ માંડ આટલું જ બોલ્યો. છતાં પણ આટલું બોલ્યો તો પણ શાંતુને ખૂબ જ સારૂં લાગ્યું, તેને હાશ… થઇ એટલે મહેશના પ્રશ્નો જવાબ આપણાં શાંતુ બોલી:
“ તારૂં મગજ સાવ અસ્થિર નથી થયું એની મને ખબર છે. બસ હવે તને અત્યારે તારા ભવિષ્યની ચિંતા કોરી ખાય છે. ચાલ…, ભવિષ્ય વિશે વિચારવાનું તું અત્યરથી જ બંધ કરી દે, જે મોજ પૈસા ખરચવાથી પણ નથી મળતી તે મોજ તને મફતમાં મળી છે. સાચું કહું છું… હજી પણ તારે મોજ કરવી હોય તો કરી લેજા, હું ના નહીં પાડુ… બસ ! પરંતુ તું ભવિષ્યની ચિંતા છોડી ઇષ્ટદેવ પર આસ્થા રાખ. એ જે કંઇ કહેશે તે બધું સારા માટે જ કરશે. બસ… તું આટલું કરીશ એટલે તરત જ પહેલાનો મહેશ થઇ જઇશ… અને બીજી વાત ઃ તને કે તારા શરીરનાં કોઇપણ અવયવને કંઇ જ નુકશાન નહીં થાય, એ જેવા હશે પાછાં તેવા જ જઇ રહેશ. તારા માટે આ નવું હતું એટલે એની ચિંતા નહીં કરવાની, હું તને ખાતરી આપુ છું. પહેલાં પણ મેં તને આ વાત કરી હતી તે યાદ કર તારા શરીરમાં ઉત્પન્ન કિંમતી સ્પર્મ સાવ ખાલી નહીં થાય, અમુક કલાકો પછી તેટલા જ નવા ઉત્પન્ન થઇ જશે. આ બધું કુદરતે ગોઠવી રાખ્યું છે માટે આવી બધી ચિંતા જરાપણ કરવાની નથી.” આટલું બોલતાંની સાથે શાંતુ ગળગળી થઇ ગઇ સાચે જ તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં, મહેશે ખરતાં આંસુ નજરે જાયાં એ સાથે જ તે બોલ્યો:
“હવે આવું બધું… આટલું બધું થઇ ગયા પછી આમ આ રીતે રડવું સારૂં ન લાગે ભાભી…! તમે જે કહ્યું તે બધું જ હું સાચું માનું છું. તમારૂં દુઃખ, તમારી વ્યથા હું સારી રીતે સમજી ચૂકયો છું બધું જ બધું હું ભૂલી જવા તૈયાર છું… અને ભૂલવા કોશિશ કરીશ… પ્રયત્ન કરીશ પરંતુ તમને રડતાં જાઇ મને કંઇનું કંઇ થાય છે. સદા હસતાં જ રહેતાં મારા ભાભી મારા લીધે રડે એવું હું જરાપણ ઇચ્છતો નથી. પરંતુ મને ડર લાગ્યા કરે છે કે.. હું હજી પણ કંઇક અધુરો છું. બસ આ ડર મને સતત સતાવે છે.”
“તું અધૂરો નથી, તારામાં અધૂરપ છે જ નહીં, અને જા કઇં અધૂરૂં હશે તો એ તારી અધૂરપ હું પૂરી કરીશ તને હું મારામાં સમાવી લઇશ, બસ ? મારા પર વિશ્વાસ રાખજે, આ તારી ભાભી ફક્ત ને ફક્ત માત્ર તારી જ છે. તું એક પૂર્ણ પુરૂષ છે… એવા પૂર્ણ પુરૂષને હું મનભરીને ચાહુ છું. માટે આવી ચિંતા તું ન કર, હા, હું સાવ હલકટ તો નથી જ, ચાલુ એવી બજારૂ ઓરત પણ નથી હા, મારે જે સુખ જાઇતું હતું તે તારી પાસેથી આખી રાતભર મેળવી લીધું છે. મને ખૂબ જ સંતોષ પણ થયો છે, હું તૃપ્ત થઇ છું, આમ તો દિયર – ભાભીનો સંબંધ નિર્દોષ કહેવાય છે. પણ તારો ને મારો સંબંધ તો જાણે ઋણાનુબંધ હોય શકે, જા આવું બધું વિચારવા લાગ્યે તો… દુઃખ ઉદ્દભવે બસ…, બધું ભૂલી જઇ ફક્ત મોજમાં રહેવું એજ મારા અને તારા માટે ઉત્તમ છે…” શાંતુએ મક્કમતાથી વાત પૂરી કરી.
“ખરે જ ભાભી…, તમે તો જબરા છો. કેટલી બધી સમજણ તમારામાં ભરી પડી છે. આ ગામમાં મારૂં ધ્યાન રાખવાવાળા એક માત્ર તમેજ છો. હવે મને લાગે છે કે હું ઝડપથી સ્વસ્થ થઇ જઇશ…” મહેશે આવી વાત કરી.
“તારા બોલેલા શબ્દો સાચા જ પડે એવી હું નમી નમીને ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું. બોલ, હવે તો મારા હાથે બનાવેલી થોડી ચા તો પીઇશને…? શાંતુએ રડતા રડતાં કે પછી ખુશીનાં આંસુ લૂંછી, રોતલ એવું સ્મિત કરતાં…. મહેશ સામે એકધારૂ જાતાં પૂછયું.
“થોડી પીઇશ…” મહેશે કહ્યું એ સાથે શાંતુ ઉભી થઇ અને રસોડા તરફ ચાલી મહેશ એકલો થયો. તેના વિચારો આવવા લાગ્યા:
ભાભીનું હૃદય આમ તો સાવ કોમળ છે. નિસ્વાર્થ ભાવે તે મને અનન્ય ભાવ સાથે સાચવે છે. પરંતુ આ દુનિયામાં કોઇ ઘર એવું નહીં હોય કે ઘરના તમામ સભ્યો પૂર્ણ પણે સુખી હોય. માત્ર દેખાતા પૂરતા બહારથી બધાંજ ખુશ ખુશ દેખાય છે.પરણ્યા પછી વિવાહિતા બબ્બે – ત્રણ ત્રણ વર્ષ સુધી સાચા શરીર સુખથી વંચિત રહે તો…, કયારેક તો તેને પણ શરીર સુખ મેળવવા કે ભોગવવા માટે ઇચ્છા તો થાય જ ને…? એવી જ કોઇ તીવ્ર ઇચ્છા થવાથી ભાભીએ મને ભોગવ્યો… મારા શરીરને મનભરીને માણ્યું. તેમાં પણ તેનો એટલો બધો દોષ હતો ? મારી પણ ઇચ્છા ભાભીને પામવાની તો હતી જ ! આમ તો હું પોતે જ સાવ મૂઢ બન્યો.
(ક્રમશઃ)











































