ભારત સરકારની બુધવારે મળેલી બેઠકમાં ખેડૂત હિતમાં લેવાયેલ નિર્ણયને આવકારીને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીએ જણાવ્યું હતું કે, ૨૦૨૩ – ૨૪માં મગફળીનો ટેકાનો ભાવ ૬૩૭૦ હતો જે વધારીને ૬૭૮૩ કર્યો. કપાસનો ટેકાનો ભાવ ૬૬૨૦ હતો તે વધારીને ૭૧૨૧ કરવામાં આવ્યો. આવી રીતે ૧૪ જેટલા ખરીફ પાકોમાં ભારત સરકાર દ્વારા ખેડૂત હિતમાં નિર્ણય કરી વધારો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨ લાખ નવા વેર હાઉસ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આમ કેન્દ્ર સરકારે ખરીફ ટેકાના ભાવમાં વધારો કરતા પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે આ નિર્ણયની સરાહના કરી છે.