મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ગત મહીને થયેલ ખરગોન સાંપ્રદાયિક તોફાનોની પીડિત મહિલાઓ માટે ૭૨ લાખનું વધારાનું વળતર આપવાની જોહેરાત કરી છે ખરગોન તોફાનોનો શિકાર એક યુવતીના લગ્નમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સામેલ થતા મુખ્યમંત્રીએ આ જોહેરાત કરી હતી.
આpખરગોનના સંજયનગરના નિવાસી લક્ષ્મી મુછાલના લગ્ન ૧૪ એપ્રિલે યોજોનાર હતાં પરંતુ સાંપ્રદાયિક તોફાન દરમિયાન તેના લગ્નની ભેટો અને અન્ય મહત્વપૂર્ણ સામાગ્રી નષ્ટ થયા બાદ લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતાં એ યાદ રહે કે ૧૦ એપ્રિલે રામનવમીના સરધસ દરમિયાન એક મસ્જિદની સામે એક ડીજે દ્વારા વિવાદિત ગીત વગાડવાને કારણે તોફાનો ભડકયા હતાં
અત્યાર સુધી તોફાનોમાં જે પ્રભાવિત લોકો છે તેમની વચ્ચે કુલ ૧.૩૨ કરોડનું વળતર આપવામાં આવ્યું છે.મુખ્યમંત્રી વર્ચુઅલ માધ્યમથી પોતાની પત્નીની સાથે લક્ષ્મી મુછલના લગ્નમાં સામેલ થયા હતાં. એ યાદ રહે કે તોફાનો બાદ ૧૭૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૬૫ લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.મધ્યપ્રદેશ સરકાર આ મામલાની તપાસ કરી રહી છે અને
તોફાનીઓથી થયેલ મુકસાનની ભરપાઇ માટે એક ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવી છે તોફાનો બાદ જીલ્લા પ્રશાસને ઓછામાં ઓછા ૫૫ ધરો,દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનોને ધ્વસ્ત કરી દીધા છે.