ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી શકે છે ઝારખંડ હાઇકોર્ટે મુખ્યમંત્રી હેમંત સોરેનની વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલી અરજીકર્તા શિવશંકર શર્માની બંન્ને જનહિત અરજીઓને સુનાવણી યોગ્ય માની લીધી છે.બંન્ને પીઆઇએલના મેંટનિબિલિટીને બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટમાં એસએલપીના માધ્યમથી પડકાર આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ડિવીઝન બેંચને બંન્ને પીઆઇએલના મેંટનિબિલિટીને નક્કી કરી મેરિટ પર સુનાવણીના નિર્દેશ આપ્યા હતાં.
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રવિ રંજન અને ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદની અદાલતે મુખ્યમંત્રીના ખનન લીઝ અને શેલ કંપનીમાં ભાગીદારીથી જોડાયેલ બંન્ને પીઆઇએલને સુનાવણી યોગ્ય બતાવી છે અને તેના પર હાઇકોર્ટે ૮૦ પાનાનો ઓર્ડર જોરી કર્યો છે.
અરજીકર્તાના વકીલ રાજીલકુમારે કહ્યું કે બંન્ને અરજીઓ મેંટેનેબલ કે નહીં તેના પર લગભગ ચાર કલાક સુધી ચર્ચા ચાલી હતી મુખ્યમંત્રી હેમંત સોરેન અને સરકાર તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ પોતાનો પક્ષો રાખતા બંન્ને અરજીઓને ફગાવી દેવાની અપીલ કરી હતી બંન્ને વકીલોએ અરજીકર્તા શિવશંકરના ક્રેડેંશિયલ પર સવાલ ઉભા કર્યા હતાં જયારે ઇડીના વકીલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સમગ્ર મામલામાં જો હાઇકોર્ટને લાગે છે કે તેમાં મેરિટ છે તો તે ખુદ ધ્યાનમાં લઇ શકે છે.
વકીલ રાજીવકુમારે કહ્યું કે બંન્ને કેસને સુનાવણી યોગ્ય બતાવતા મુખ્ય ન્યાયમૂર્તિની અદાલતે બંન્ને કેસને મેરિટ પર સુનાવણીની વાત કહી તેના પર ઝારખંડ હાઇકોર્ટના મહાધિવકતાએ કહ્યું કે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોઇ અન્ય કામમાં વ્યસ્ત છે તેના માટે થોડા સમય બાદ સુનાવણીની કતારીખ આપવામાં આવે તેના પર હાઇકોર્ટે તમામ મામલાની મેરિટ પર સુનાવણી માટે ૧૦ જુનની તારીખ નક્કી કરી છે હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જયારે બંન્ને કેસની સુનાવણી ફિઝિકલ રીતે થશે તેનાથી સ્પષ્ટ થશે કે આગામી સુનાવણીના દિવસે મુખ્યમંત્રી અને સરકાર તરફથી વકીલ કપીલ સિબ્બલ અને મુકુલ રોહતગી રાંચી આવશે રાજીવ કુમારથી પુછવામાં આવ્યું કે શું હાઇકોર્ટના આ નિર્ણયને બચાવ પક્ષ ફરીથી સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકે છે તેના જવાબમાં તેમણે કહ્યું કે આ વકિલ્પ હંમેશા ખુલ્લો રહે છે બંન્ને પીઆઇએલ દ્વારા અરજીકર્તાએ સમગ્ર મામલાની સીબીઆઇ અને ઇડી થી તપાસ કરાવવાની માંગ કરી હતી.
એ યાદ રહે કે રહે કે મનરેગામાં થયેલ નાણાંકીય ગડબડી અને મની લોન્ડ્રીગ મામલાથી જોડાયેલ પપીઆઇએલ પર સુનાવણી દરમિયાન ઇડીએ ઝારખંડ હાઇકોર્ટમાં એક સીલબંધ કવર રજુ કર્યું હતું ઇડીની દલીલ હતી કે તેની પાસે શેલ કંપનીથી જોડાયેલ કંપનીથી જોડાયેલ અનેક મહત્વપૂર્ણ હાથ લાગ્યા છે આથી મુખ્યમંત્રીથી જોડાયેલ ખનન પટ્ટા અને શેલ કંપનીથી જોડાયેલ પીઆઇએલને પણ એક સાથે સાંભળવી જોઇએ.
ઇડીના વલણને સિબ્બલ અને રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો તેના પર સુપ્રીમ કોર્ટે બંન્ને કેસના મેંટેનેબિલિટી પર સુનાવણી માટે ઝારખંડ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો હાઇકોર્ટે પોતાના આદેશમાં ખનન લીઝથી જોડાયેલ પીઆઇએલ સં.૭૨૭ અને શૈલ કંપની સાથે જોડાયેલ પીઆઇએલ સં ૪૨૯૦ને મેંટેનેબલ બતાવી છે હાઇકોર્ટના આ નિર્ણય બાદ બંન્ને કેસની મેરિટ પર સુનાવણીનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે.