ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક મહિલાએ બીજી મહિલાને પછાડી ઢીકાપાટુનો મૂઢમાર મારતા ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે કંચનબેન ચિમનદાસ યોગાનંદી (ઉ.વ.૭૦)એ ગટીબેન અતીત બાવાજી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પાંચ દિવસ પહેલા તેઓ તેમના ઘર પાસે બેઠા હતા ત્યારે આરોપીએ ત્યાં આવી હોટલમાં વાસણ માંજવાની મજૂરીએ જવા મુદ્દે તેમની સાથે માથાકૂટ કરી ગાળો આપીને ઢીકાપાટુનો મૂઢમાર મારીને નીચે પછાડી દીધા હતા. જે બાદ જાનથી મારવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એન.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.