ખાંભા તાલુકાના ખડાધાર ગામે પિતાએ ફોન આપવાની ના પાડતા કપૂતે માતા-પિતા બંનેને ગાળો ભાંડી માર મારી ધમકી આપી હતી. આ અંગે પિતા દ્વારા કપૂત સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખાંભાના ખડાધાર ગામે રહેતા અને ખેતીકામ કરતા કાળુભાઇ જેરામભાઇ મકવાણા (ઉ.વ.૪પ)એ પુત્ર પ્રવિણ મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પ્રવિણે તેમની પાસે મોબાઇલ ફોન માંગતા તેમણે નહીં આપતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમને તથા તેમના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી તથા આડેધડ ઢીકાપાટુનો માર મારી મૂંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાળુભાઇની ફરિયાદના આધારે પોલીસે તેમના પુત્ર પ્રવિણ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.