અમરેલીના ખડાધાર ગામેથી મૂળ ગીરગઢડાના નાના સમઢીયાળા ગામના યુવક પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જામભાઈ દોલુભાઈ ખસીયા (ઉ.વ.૩૩) નામના યુવક પાસેથી દારૂની ૭ બોટલો, બાઇક મળી કુલ ૧૬,૬૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાંથી ચાર અને મરીન પીપાવાવ ગામેથી ૮ લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૧૧ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.