સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ તારીખ ૧૫-૫-૨૦૨૪ ના રોજ થશે અને પૂર્ણાહુતિ ૨૨-૫-૨૦૨૪ના રોજ થશે. કથાનો સમય બપોરે ૦૩ઃ૦૦ થી સાંજના ૦૬ઃ૦૦ કલાક સુધી રહેશે. સ્થળ ખડસલી પ્રાથમિક શાળા ખાતે જયદેવ બાપુ ગોંડલીયા ખડસલી વાળા બિરાજી કથાનું રસપાન કરાવશે.
આ કથાનું રસપાન કરવા તેમજ આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા સમસ્ત ખડસલી ગામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.