ખડસલી ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નાયબ કાર્યપાલક ઇજનેર કણજારીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સરપંચ શિલ્પાબેન માલાણી, જિ.પં. સદસ્ય શરદભાઇ ગોદાની, લાલભાઇ મોર, ચેતનભાઇ માલાણી તેમજ શાળાના આચાર્ય જયંતીભાઇ નિનામા, મનસુખભાઇ બોરડ, વિહાભાઇ મેસુરીયા તેમજ ભનુભાઇ દોંગા, જયસુખભાઇ બોરડ, વાલીઓ, બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જાડાયા હતાં. સુરત સ્થિત રજનીભાઇ દોંગા અને અશ્વીનભાઇ, પૂર્વ આચાર્ય કેશુભાઇ દ્વારા દરેક બાળકને સ્કૂલ બેગ, કંપાસ, બુકનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.