સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં આવેલી પશુપાલન પોલિટેકનિક કોલેજમાં આજે એક મેગા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોલેજના ૭૫ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પશુપાલન પોલિટેકનિક ખડસલીના પ્રિન્સિપાલ ડા. કુણાલકુમાર બદાણીએ જણાવ્યું કે, આ કેમ્પનું આયોજન માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા (હાલ મુંબઈ) અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી તરફથી હરેશભાઈ પંડ્યા તેમજ પશુપાલન પોલિટેકનિકના તમામ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.