વડિયા તાલુકાના ખડખડ ગામે સરપંચની ચૂંટણીમાં જીત બાદ ફટાકડા ફોડવાને લઈ માથાકૂટ થઈ હતી. આ બનાવ અંગે મુકેશભાઈ ગોબરભાઇ ભેંસાણીયા (ઉ.વ.૪૨)એ તેમના જ ગામના ભાભલુભાઈ, દિગ્વિજય મંગળુભાઈ વાળા તથા તખુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પત્ની વનિતાબેન દિગ્વિજયના બા ગીતાબેન મંગળુભાઈ સામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે જીતી ગયા હતા. જેથી આ કામના આરોપીઓને સારૂ નહીં લાગતા ભાભલુભાઈએ ફટાકડા ફોડવાના બહાને સાહેદ ભીખુભાઈને ગાળો આપી હતી. દિગ્વિજયે તેમને ગાલ ઉપર લાફો મારી મુંઢ ઈજા કરી તથા તખુભાઈએ પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.