તાજેતરમાં જાહેર થયેલ ૪૯મા સાયન્સ ફેર માટે ખજુરી પ્રાથમિક શાળાના એક સાથે બે મોડેલો નેશનલ કક્ષા માટે નોમિનેટ થતા ખજુરી પ્રાથમિક શાળાનું ગૌરવ વધ્યું છે. આ સિદ્ધિ બદલ એસએમસી પરિવાર-ખજુરી, બી.આર.સી. ભવન કુંકાવાવ તથા ડાયટ પરિવાર અમરેલી દ્વારા ખજુરી પ્રાથમિક શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. છેલ્લા એક દાયકામાં ખજુરી પ્રાથમિક શાળાના પાંચ મોડલ નેશનલ કક્ષાએ પહોંચેલ છે.