પોતાના કોમેડી વીડિયોથી લોકોમાં પ્રખ્યાત અને માનીતા થયેલા ખજુરે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા વખતે અનેક લોકોની મદદે આવી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે હવે ખજુર તથા તેની ટીમે દિવાળી નિમિત્તે હરિદ્વાર જઇ સાધુ-સંતોને ભોજન કરાવ્યું હતું. ખજુરે જે સાયકલમાં સવારી કરી તેમને જે ભાડું હોય તેના કરતા વધારે રૂ. ૩ હજાર આપી આ ગરીબની દિવાળી સુધારી હતી.
ખજુર ઉર્ફે નીતિનભાઇએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે, હરિદ્વાર એ હિન્દુઓની પવિત્ર ભૂમિ છે અને અહીં લોકો
પિતૃઓના મોક્ષાર્થે આવતા હોય છે. ત્યારે સૌને વિનંતી છે કે, જ્યારે હરિદ્વાર આવે ત્યારે આવા સાધુ-સંતોને ભોજન કરાવે, જેથી પિતૃઓને મોક્ષ મળે.