બાબરાના ખંભાળા ગામે રહેતા રઘુવીર જયલુભાઈ ખાચર (ઉ.વ.૨૧)એ સામતભાઈ ખોડાબાઈ રાતડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની મોટર સાયકલ લઇને ઘરેથી વાડીએ જતા હતા ત્યારે ખંભાળા ગામના પુલ પાસે આરોપી તેનું બુલેટ લઈને આવ્યો હતો અને તું કમલેશ પાસે પૈસા શું કામ માંગે છે તેમ કહી મારી સાથે બોલાચાલી કરી હતી. ઉપરાંત કાઠલો પકડી, ઝપાઝપી કરી ગાળો આપીને તેની પાસે રહેલી લાયસન્સ વાળી રિવોલ્વરનો હાથો માથામાં મારી ઈજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.સી.બોરીચા વધુ તપાસ કરી રહ્યા છે.