અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળા માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૪૦ લાખના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે, જેમાં ૪ રૂમોની સાથે રૂ. ૩. ૭૫ લાખના ખર્ચે ૧૫ કોમ્પ્યુટર સેટ સાથેની લેબ તથા ડિજિટલ સ્માર્ટ બોર્ડ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ નવનિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાસભર બિલ્ડીંગ તેમજ કમ્પ્યુટર લેબનું લોકાર્પણ સતત પ્રયત્નશીલ લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા જણાવવામાં આવેલ કે શિક્ષણ એ પાયો છે. જેમ કોઈ ઈમારતને ઉભી કરવા માટે પાયો મજબૂત જોઈએ તેમ બાળકને ઘડવા માટે શિક્ષણ આપવું એ બાળકના ઘડતરનો પાયો છે.