બાબરા તાલુકાના ખંભાળા ગામની સીમમાં વન્યજીવ અનુસૂચિ-૪માં આવતા જંગલી સસલાનો શિકાર કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મૌલિકભાઈ તેરૈયા અને ધર્મેન્દ્રભાઈને ખંભાળાની સીમમાં પવનચક્કીના મજૂરો દ્વારા જંગલી સસલાનો શિકાર કરાતો હોવાની બાતમી મળતા તેમના દ્વારા બાબરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ પલાસ તથા ટીમને સાથે રાખી સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી. જેમાં આરોપીને બાબરા ફોરેસ્ટ ઓફિસ ખાતે બોલાવી રૂ.પ૦૦૦નો દંડ વસૂલી મુક્ત કરવામાં આવ્યો હતો.