ખંભાતમાં આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં આજે વાલીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો. ૭૫ વર્ષીય કલા શિક્ષક પ્રકાશ પર બીજા અને ત્રીજા ધોરણમાં ભણતી નાની બાળાઓનું શારીરિક અને માનસિક શોષણ કરવાનો આરોપ છે. આવી જ ફરિયાદો ત્રણ મહિના પહેલા પણ કરવામાં આવી હતી, પરંતુ શાળા મેનેજમેન્ટે કોઈ કાર્યવાહી કરી ન હતી. વાલીઓએ આજે શાળાનો ઘેરાવ કર્યો અને હોબાળો મચાવ્યો. એવો આરોપ છે કે શિક્ષક પ્રકાશે ચિત્રકલા વર્ગ દરમિયાન બાળાઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો, અયોગ્ય વર્તન કર્યું અને માનસિક ત્રાસ આપ્યો. વાલીઓના મતે, આ ઘટનાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હતી, પરંતુ બાળકોના ડર અને શરમના કારણે તેઓ તેમને જાહેર કરી શક્યા નહીં.શાળાના વર્ગખંડોમાં લગાવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે, જે તે સમયે પહેલી ફરિયાદ કરવામાં આવી હતી. વાલીઓએ આને શાળા મેનેજમેન્ટ તરફથી ઇરાદાપૂર્વકની બેદરકારી ગણાવી છે.આજે સવારે ૧૦ વાગ્યાથી વાલીઓ શાળાના ગેટ પર એકઠા થયા હતા.કેટલાક વાલીઓએ શાળાના મુખ્ય દરવાજાને તાળું મારવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય લોકોએ તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરીને મેનેજમેન્ટને ફોન કર્યો.ત્રણ મહિના પહેલા, સાત વાલીઓએ શાળા મેનેજમેન્ટને લેખિત ફરિયાદ સુપરત કરી હતી, જેમાં સમાન આરોપો હતા બાળાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવા, તેમને અલગ પાડવા અને અયોગ્ય ટિપ્પણીઓ કરવા. જાકે, મેનેજમેન્ટે શિક્ષકને ચેતવણી આપીને મામલો બંધ કરી દીધો અને કોઈ કડક પગલાં લીધા નહીં.










































