કરણીસેના અમરેલી દ્વારા આવતી કાલ તા. રરના રોજ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી તાલુકા કરણીસેના પ્રમુખ રાવતભાઇ ધાધલ દ્વારા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા જ્ઞાતિબંધુઓને હાંકલ કરવામાં આવી છે. બપોરે ૩ કલાકે કાઠી સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જાડાઇ જિલ્લાકક્ષાનું શક્તિ પ્રદર્શન કરશે.
મહાસંમેલનને લઇ કરણીના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી તાલુકા કરણીસેનાના પ્રમુખ રાવતભાઇ ધાધલ તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.