ક્લાઈમેટ ચેન્જની આપણા પર્યાવરણ પર માઠી અસર થઈ છે. એક અભ્યાસમાં ગંગા નદી પર ક્લાઇમેટ ચેન્જની અસરને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાન કાનપુરના અભ્યાસમાં જણાવાયું છે કે માનવીય પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જને કારણે ગંગાનો પ્રવાહ બદલાયો છે, જેનાથી ગંગા બેઝીનથી પૂરનો ખતરો વધી ગયો છે. વધતી માનવીય પ્રવૃત્તિઓને કારણે નદી પર પહેલાથી વિનાશકારી અસરો થઇ હતી પણ હવે વધતા પ્રદૂષણે તેના પ્રવાહની દિશા પણ બદલી દીધી છે.
જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્‌સમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે કે ક્લાઈમેટ ચેન્જ અને ડેમ બનાવવા જેવાં કાર્યોથી પહેલાંની તુલનાએ ગંગા નદીના વહેણમાં પરિવર્તન નોંધાયું છે. ગંગાની બે મહ¥વપૂર્ણ સહાયક નદીઓ ભાગીરથી અને અલકનંદા પર ધ્યાન કેન્દ્રિત કરતા અભ્યાસમાં પર્વતીય ક્ષેત્રોમાં માનવીય કાર્યોથી થયેલા નુકસાનનું પણ વર્ણન કરાયું છે.
પશ્ચિમ ભાગીરથી નદી ગંગોત્રી ગ્લેશિયરથી નીકળે છે. જોકે તે ગંગાની પૂર્વ સહાયક નદી અલકનંદા સંતપંથ ગ્લેશિયરથી નીકળે છે. બંને સહાયક નદીઓ દેવપ્રયાગમાં મળીને ગંગાનું નિર્માણ કરે છે. ક્લાઈમેટ ચેન્જની ગંગા પર અસર જોણવા રિસચર્રોએ હૃષિકેશ સુધી અપર ગંગા બેઝિનનો અભ્યાસ કર્યો હતો.
રિસર્ચરોએ જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જની સાથે અલકનંદા ક્ષેત્રમાં ડેમના નિર્માણે જળ પ્રવૃત્તિઓ બદલી છે કેમ કે ડેમ અને જળાશયોએ નદીઓ દ્વારા લઈ જવાતા કાંપને પ્રભાવિત કર્યો છે. ડાઉનસ્ટ્રીમ ગંગા બેઝિનમાં સેડિમેન્ટેશનની કમીએ નદીના મુખ્ય આકારને બદલી દીધો છે.