ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં પર્યાવરણ, ખેતી પર અસર થાય છે તે એકદમ પ્રચલિત માન્યતા છે. જોકે, ક્લાઈમેટ ચેન્જ કે બાયોડાયવર્સિટીના વિનાશથી ભારત અને ચીન સહિત અનેક દેશો પર નાદારી તરફ ધકેલાવાનું જોખમ તોળાઈ રહ્યું હોવાનો એક અહેવાલમાં દાવો કરાયો છે. આ અહેવાલ મુજબ ક્લાઈમેટ ચેન્જના કારણે માત્ર વિકાસશીલ દેશો જ નહીં અમેરિકા જેવા વિકસિત દેશોની સમસ્યા પણ વધી શકે છે.
વિશ્વભરમાં બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા)ના થઈ રહેલા વિનાશને કારણે અનેક વિકાસસિલ દેશો નાદારીના આરે આવી શકે છે અને તેની અસર હેઠળ ભારત તથા ચીન જેવા વિકાસશીલ દેશોના અર્થતંત્રો મહામંદીમાં ફસાઈ શકે છે એમ ઈકોલોજિકલ વિનાશ અંગેના સોવેરિન ક્રેડિટ રેટિંગના સૌપ્રથમ રિપોર્ટમાં જણાવાયું છે.
માછીમારી, ઉષ્ણકટીબંધના વિસ્તારોમાં વન સર્જન અને વન્ય પરાગનયની આંશિક ઈકોસિસ્ટમ આંશિક રીતે પડી ભાંગવાથી માત્ર વિકાસશીલ દેશો જ નહીં અમેરિકા સહીત ૨૬ દેશોના વાર્ષિક બોરોઈંગ્સમાં ૫૩ અબજ ડોલર જેટલો વધારો થઈ શકે છે, એમ કેબ્રિજ યુનિવર્સિટીના શિક્ષકોની એક ટીમ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં નોંધાયું છે.
કલાયમેટ ચેન્જને કારણે સરકારી નાણાં સ્થિતિ કેવી રીતે બદલાશે તેના પર રિપોર્ટમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. ચીનના ક્રેડિટ રેટિંગમાં ૬ પોઈન્ટનો ઘટાડો થશે અને સરકારે ચૂકવવાના આવતા વાર્ષિક વ્યાજમાં ૧૮ અબજ ડોલરનો વધારો થશે અને ચીનના કોર્પોરેટ ક્ષેત્રના દેવામાં વીસથી ત્રીસ અબજ ડોલરનો વધારો થશે.
મલેશિયામાં ૭ પોઈન્ટ જેટલો ઘટાડો થશે અને તેના માથે દર વર્ષે વ્યાજ ચૂકવણીનો ૨.૬૦ અબજ ડોલરના બોજ વધશે. કલાયમેન્ટ ચેન્જની દરેક દેશો પર કેવી આર્થિક અસર પડશે તેનો અંદાજ મેળવવા વર્લ્ડ બેન્કના આંકડાનો ઉપયોગ કરાયો હતો. વર્લ્ડ બેન્કના અંદાજ પ્રમાણે, જીડીપીનું નુકસાન પચાસ ટકા દેશોમાં ૨૦૨૦માં કોરોનાના કાળમાં થયેલા નુકસાન કરતા પણ વધુ હશે.
આ સ્થિતિમાં અનેક વિકાસસિલ દેશો સામે સાર્વભોમ દેવામાં ડીફોલ્ટનું જોખમ રહેલું છે. ૬૬ ટ્રિલિયન ડોલર સાથેના સાર્વભોમ દેવા સાથેના દેશોની વિશ્વસ્નિયતાનો પણ રિપોર્ટ તૈયાર કરનાર અર્થશાસ્ત્રીઓએ અભ્યાસ કર્યો હતો. સાર્વભોમ જોખમમાં વધારાનો અર્થ બજોર જોખમ સામે વધુ સલામતિ માગશે આનો અર્થ સરકાર અથવા તો કરદાતાઓએ છેવટે નાણાં મેળવવા વધુ ચૂકવણી કરવાના આવશે.
કામકાજ જયાં ડીગ્રેડેશન હાલના પ્રમાણે જ જળવાઈ રહેશે તેવું ધારી લઈએ તો પણ ચીન અને ઈન્ડોનેશિયાના સાર્વભોમ ક્રેડિટ રેટિંગમાં ૨૦૩૦ સુધીમાં બે પોઈન્ટનો ઘટાડો જોવા મળશે. ભારત તથા બંગલાદેશ માટે આ સ્તર એક પોઈન્ટ જેટલું હશે. કલાયમેટ ચેન્જનું સૌથી વધુ જોખમ દક્ષિણ એશિયા સામે રહેલું છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે તાજેતરમાં જણાવ્યું હતું કે, યુરોપની સરખામણીએ દક્ષિણ એશિયાનું ૧૦ ગણું વધુ આર્થિક ઉત્પાદન જોખમ હેઠળ છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.બાયોડાયવર્સિટીના નુકસાનથી વિકાસશીલ દેશો પરના ભય અંગે કેબ્રિજ યુનિવર્સિટીનું તારણ છે કે ક્લાઈમેટ ચેન્જનું સૌથી મોટું જોખમ દક્ષિણ એશિયાના દેશો પર રહેશે, ભારતના ક્રેડિટ રેટિંગમાં ૧ પોઈન્ટનો ઘટાડો થશે.