ફૂટબોલમાં સૌથી વધુ રેકોર્ડ બનાવનાર પોર્ટુગલનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. આર્સેનલ સામે રમતી વખતે રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા. આ બે ગોલ સાથે રોનાલ્ડો ૮૦૦ ગોલ કરનાર તે વિશ્વનો પ્રથમ ફૂટબોલર બની ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પણ રોનાલ્ડોનાં નામે છે.
હાલમાં વિશ્વનાં સૌથી લોકપ્રિય ફૂટબોલર પોર્ટુગલનાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની શ્રેષ્ઠ રમત બતાવીને વધુ એક રેકોર્ડ પોતાના ખાતામાં નોંધાવ્યો છે. માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આર્સેનલ સામે રમાયેલી મેચમાં બે ગોલ કર્યા હતા અને આ બે ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમે આ મેચમાં વિરોધી ટીમ આર્સેનલને ૩-૨થી હરાવ્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાનો પહેલો ગોલ કરવાની સાથે જ તેની કારકિર્દીનાં ૮૦૦ ગોલનો આંકડો સ્પર્શી લીધો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનાં નામે હવે કુલ ૮૦૧ ગોલ થઈ ગયા છે. સૌથી વધુ ગોલનાં મામલે રોનાલ્ડોની પાછળ ફૂટબોલનાં મહાન ખેલાડી પેલેનું નામ છે, જેણે પોતાની કારકિર્દીમાં ૭૫૭ ગોલ કર્યા હતા. માન્ચેસ્ટર યુનાઈટેડ અને આર્સેનલ સામેની મેચોમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શરૂઆતથી જ પ્રભુત્વ જમાવ્યું હતું અને ટીમ સામે સમયાંતરે ગોલ ફટકારીને બચાવ કર્યો હતો. હાફ ટાઈમ બાદ ૧૦મી મિનિટે રોનાલ્ડોએ પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ સાથે, રોનાલ્ડોએ તેની કારકિર્દીનાં ૮૦૦ ગોલનો આંકડો સ્પર્શ કર્યો. મેચની ૭૦મી મિનિટે રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડની પેનલ્ટી કીને કન્વર્ટ કરીને મેચનો બીજા ગોલ કર્યો હતો. હવે તેની કારકિર્દીમાં કુલ ૮૦૧ ગોલ થઈ ગયા છે.