ડિસેમ્બરમાં ડોમેસ્ટીક એર ફેરમાં ૩૦% અને ઇન્ટરનેશનલ એર ફેરમાં ૫૦% સુધી વધારા છતાં ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશન માટે એડવાન્સ બુકિંગમાં ચાર ગણી જેટલી વૃદ્ધિ જોવા મળી છે. ઇઝમાયટ્રિપના કો-ફાઉન્ડર રિકાંત પિત્તીએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવે.-ડિસે.માં મુખ્ય વૅડિંગ ડેÂસ્ટનેશન્સનું બુકિંગ
૧૦૦% જેટલું વધારે છે.
ગુલમર્ગ, ગોવા, ઉદયપુર, જયપુર, મસૂરી, શિમલા, નૈનીતાલ, કોર્બેટ, ઋષિકેશ અને પોર્ટ બ્લેરના બુકિંગમાં તેજી છે. રાજો-રાની ટ્રાવેલ્સના ચેરમેન અભિજિત પાટિલ કહે છે કે ગુલમર્ગની હોટલો ફુલ છે.
હવે ટૂરિસ્ટ્‌સ પહલગામ તરફ વળતાં ત્યાં પણ ૮૦% બુકિંગ થઇ ગયું છે. ૬૦% હાઉસબોટ પણ બુક છે. જમ્મુ-કાશ્મીરમાં ફેમિલી ટૂરિસ્ટ્‌?સનો ટ્રાફિક વધુ રહે છે.ક્રિસમસથી શરૂ થઇને ન્યૂ યર સુધી ચાલનારી ફેસ્ટિવ સિઝનને લઇને ઘરેલુ પર્યટન ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના પર્યટન સ્થળોના એડવાન્સ બુકિંગમાં ૪૦૦% વધારો થયો છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ આવતાં ટૂરિઝમ સેક્ટર, ટૂર-ટ્રાવેલ્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ચિંતામાં હતી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌?સ પરની રોક ૩૧ જોન્યુ. સુધી લંબાવાતાં ઇન્ડિયન એસોસિયેશન આૅફ ટૂર ઓપરેટર્સ નિરાશ છે પણ આ કઠણાઇઓ વચ્ચે ઘરેલુ પર્યટન ઉદ્યોગની ગાડી ફરી પાટા પર આવી રહી છે.